કંટાળાનો ઉકેલ

Posted By Management consultant, ISO consultant, Marketing consultant, CRM, Digital Marketing, SEO, ISO 9001 certification nirav on 2018-04-17

Description

કંટાળાનો ઉકેલ

કેટલાક લોકો કેહતા રહે છે: ‘હવે હું બહુ કંટાળી ગયો છું.’

તો, કેટલાક તો વળી, સરીય જીંદગી ને અનુલક્ષી ને તેમ કેહતા હોઈ છે : ‘હવે હું આ જીંદગી થી થાકી ગયો છુ!.’

એમ ને એમ કહીને તેઓ તાત્કાલિક સમયે અનુલક્ષી ને, યા તો અખા જીવન ને કંટાળા નો વિષય ગણીને, પોતાનો કંટાળો અને નિરાશાને વ્યકત કરતા રહે છે તેઓ કંટાળાનો ઉકેલ શોધતા હોઈ છે.

તમને આવી લાગણી કેમ થતી હોઈ છે ? તેઓ આવા નંખાય ગયેલા કેમ થઈ જતા હોઈ છે?

જેવું અન્ય લાગણીમાં તેવું આ બાબતમાં. માનસ જેવા વિચાર કરે છે તેવી તેને લાગણી થતી હોઈ છે. તેઓ શું વિચારતા હશે ? કાં તો તમને મનમાં આવો ખ્યાલ રમતો હોય: ‘ આ ક્ષણે હું બીજે ઠેકાણે હોત તો કેટલું સારું!’ અગર તો બીજા વિચાર ઉપસી આવતો હોઈ : ‘અત્યારે હું બીજા કોઈ કામમાં પ્રવૃત્ત હોત તો કેવું સારું !’

કંટાળાનો ઉકેલ ઘણા છે.આ બેમાંથી એક બાબત અપોઆપ બને તેવી સ્થિતિ હોતી નથી. એટલી વાસ્તવિકતા તેઓ સ્વીકારી સકતા નથી. માનસિક અજંપો અનુભવ છે. અને કંટાળાને પોતાના પર સવાર થવા દે છે. આમ જુઓ તો, અમુક વિચાર જ એમના કંટાળાનું નિમિત્ત બન્યું હોય છે. એમાં તેઓ થોડો પલટો કરે તો તેમની આ કંટાળાજનક ગણી લીધેલી સ્થિતિ બન્યું હોય છે. એમાં તેઓ થોડો પલટો કરે તો તેમની આ કંટાળાજનક ગણી લીધેલી સ્થિતિ એટલી અસહ્ય થઈ પડે નહિ.

માનો કે મને શરેબજાર માં કશો રસ નથી. પાંચદસ શેરોનાં નામ સિવાય મારું કોઈ જ્ઞાન નથી. આ શેરો વિશે કાને વાતો પડતી રહેવાને કારણે   એટલી જાણકારી મને સાંપડી છે. મેં ક્યારેય શેર ખરીદા નથી તેમ વેચ્યા નથી. અને , બને છે એવું કે મારે અનાયાસે શેરબજારિયાના એક વર્તુળમાં જવાનું થાય છે.ત્યાં બેઠેલા સૌના વિષય રિલાયન્સ, એસીસી કે એચ.ડી.એફ.સી વગેરે છે. કયા શેરના ભાવમાં ઉછાળો આવશે કે શેર ખરીદનાર ડૂબી ગયા તે અંગે વાતો ચાલી રહી છે.

હું શેરબજાર અંગે માત્ર અજ્ઞાની છુ એટલુંજ નહિ, આ રીતે પૈસા બનાવનારાઓ માટે કોઈ માન થતું નથી. એવા ખ્યાલથી હું સતત દોરવાતો રહ્યો છું. તો એ વર્તુળમાં તેમની વાતો સાંભળ્યે મારા મનની કેવી હાલત થતી હશે તે સમજી શકાય તેવું છે. હું અત્યારે અજંપો વેઠું છું. પેલી અંગ્રેજી ઉક્તિ – ફિશ ઓઉટ ઓફ વોટર જેવી મારી હાલત થાય છે. તો મારે શું કરવું ?

તે વેળા હું આ પ્રમાણે વિચારું : મારે આ સજ્જનનો વચ્ચે અડધો જ કલાક ગાળવાનો છે. મને એમની વાતો અણગમતી થય પડે છે.એ ખરું કે એ એમના રસનો વિષય છે. ને એમાં તેમને સવિશેષ રસ હોય તો એનીજ વાતો કરે એ પણ સ્વાભાવિક છે. મારે કાં અહી અડધો-પોણો કલાકથી વધારે સમય રહવાનું નથી. તો એટલો સમય હું આ સંજગોને સ્વીકારી લઉં, ચલાવી લઉં.

 માણસ પોતાના કંટાળાનો કઈ રીતે શ્રેષ્ઠપણે ઉકેલ કરી શકે? એના ઘણા રસ્તા હોઈ શકે. તેવો એક ઉકેલ છે : જે તે ક્ષણને ઉતમ રીતે જીવતાં શીખી લેવાય તો.

એક સવાલ પૂછું : ‘તમારા જીવનની શ્રેષ્ઠ ક્ષણ કઈ.?’

આ પ્રશ્ન સંભાળતા ની સાથે તમારું મન ભૂતકાળમાં સરી પડશે.તેમાં તે ડૂબકી મારશે.અને કોઈક ખુશખુશાલ બનાવ કે પ્રસંગની ખોજમાં લાગી જશે. તમે તેનું બ્યાન મારી આગળ કારશો. ઠીક છે. હું તમારી સાથે સહમત નહિ થાઉં. જેને તમે શ્રેષ્ટ ક્ષણે ગણી લીધી છે તે અંગે મને મતભેદ છે. તમારા જીવનની જો કઈ શ્રેષ્ઠ ક્ષણ હોઈ તો તે અત્યારની – તમે જે સમયે આ વાંચી રહ્યા છો – તે જ છે ! આ ક્ષણે એ તમારું જીવન છે.તમે કેટલીક વાર ભૂતકાળમાં બનાવોને વાગોળવામાં સરકી પાડો છો અને ભૂતકાળમાં જીવતા રહવાનો આશ્વાસનજનક અનુભવ કરો છો. અને વાસ્તવિકતા સાથે કશો નાતો નથી. આખરે તમે જીવી શકતા હો છો તે તો માત્ર વર્તમાનની જ ક્ષણ.

કેટલાક લોકોને તે સારી રીતે જીવતા અવળે છે. તમે એમને જયારે ને ત્યારે ને ત્યારે જુઓ તેઓ ખુશખુશાલ હોઈ છે.કારણ કે તેઓ નથી ભૂતકાળમાં અટવાતા કે નથી ભવિષ્યકાળમાં. તેઓ પોતાના તાત્કાલિક અસ્તિત્વને ઓળખતા રહે છે.

મોટાભાગના લોકો તેમ કરી શકતા નથી.કારણ સપષ્ઠ છે. તેઓ એ વર્તમાનને કાં તો ભૂતકાળથી દુષિત થવા દે છે, યા તો તેમ કરવાની ભવિષ્યકાળને રાજા આપે છે.કઈ રીતે?

૧. ભૂતકાળને વધુ પડતું મહત્વ આપી દઈને :ભૂતકાળમાં પોતે કઈ કઈ તકને ખોઈ નાખી? કયા પ્રસંગનો લાભ લેવાનું ચુકી ગયા? કયા સંબંધો આજે ચાલુ રહવા પામ્યા નથી? શુ શુ કરી શકાતું હોત? યા, શું શું ન જ કરવા જેવું હતું તે કરી નાખ્યું?

૨. ભવિષ્યમાં નીપજી શકે એવી કઈ કઈ સંભાવના કે શકયતાઓ છે તેની યાદી કરતા રહીને ! અને, તે રીતે ચિંતા માટે અવનવા કારણોની શોધખોળ કરતા રહે છે ! બહુ સુખદ કાળ આપણ જીવનમાં બને એના એક બાજુ શમણા જોઈએ છે, તો તે જ વેળા એને બદલે બદતર અને દુખદ બનાવો બનશે અને કલ્પનાઓ લડાવતા રહીએ છે. અપણે વિચારીએ તે બધું ન સાંપડે તો શું થશે? અગર, ભવિષ્યમાં શું શું ગુમાવી બેસીશું તેના વિચાર સતાવતા રહે છે!

ટુકમાં, આ બે કારણોસર વર્તમાનની ક્ષણને માણવાનું ચુકી જઈએ છએ.બલકે, તે ચૂકાવી દેવાને પસંદગી આપીએ છીએ.

હકીકતમાં, પોતાના જીવનની ક્ષણ ક્ષણને ખુશનુમા રીતે જીવતા રહે છે એવા લોકો એમ એમ કરી શકે છે? તે અંગે એમના રહસ્યો શા છે? મને જે કઇ નજરે પડયા છે,યા હું સમજ્યો છું તે આ:

૧. તેઓ એ ક્ષણને, પોતાને મળેલી મહામૂલી ભેટ ગણે છે અને તેઓ આનંદસહ સ્વીકાર કરી લેતા હોઈ છે.

૨. એ ક્ષણનો મહત્તમ લાભદાયક રિતે  કેમ ઉપયોગ થઈ શકે તેનો ખ્યાલ કરતા હોઈ છે અને તે રીતે તેટલો સમય ‘જીવી’ લે છે.

૩. અલબત, તેઓ ભવિષ્યને સાવ અવગણતા હોઈ છે એવું નથી. તેને ખયાલમાં લઇ કેટલીક યોજનાઓ પણ કરતા રહે છે.તે વેળા શું શું બનશે એ અંગે કલ્પનાના ઘોડા દોડાવતા નથી. કઈ કઈ મુશ્કેલી ત્રાટકી પડશે અને એના વિચાર કરીને, ચિંતામાં ડૂબી જતા નથી.

૪. જેમ બીજા સફળ માણસો કરતા હોય છે તેમ તેઓ કરે જ છે. ભૂલને ભૂલ જેટલું જ મહત્વ આપે છે. તેમાંથી જ કઈ શીખી લે છે, અને મનમાંથી તેને (ભૂલને) વિસારે પાડી દે છે.

૫. પોતે જીવનની જે ક્ષણ જીવે છે તે પ્રત્યે જાગરૂક હોય છે.તેની વાસ્તવિકતાથી જ્ઞાત હોઈ છે.તેનાથી છટકવાને બદલે તેનો સ્વીકાર કરી લઇ, જે કઈ જરૂરી કે તથ્ય લાગે તેને તે રીતે અપનાવે છે.

 ૬. તેઓ કામમાં પ્રવૃત્તિ કરતા હોય, પોતાની બધી શક્તિ તેમાં જ વાપરતા રહે છે.તેમની કુશળતા ત્યાં કેન્દ્રિત કરતા હોય છે.

૭. જીવનમાં બધાને કડવા અને ખરાબ અનુભવ થતા હોય  છે. કેટલાક લોકો તેના ભારણને છોડતા નથી. તેમાંથી અલગ થય જવાનો કોઈ પ્રયાસ કરતા નથી. મને જીવન જીવતા અવડે છે તેઓ એવા કટુ બનાવો કે પ્રસંગોનું યથોચિત મૂલ્ય સમજે છે.તેને વર્તમાનમાં એવી ઘુસણખોરી કરવા દેતા નથી કે જેથી તેઓ એ ક્ષણને અભડાવી દે અને તેનો પડછાયો આવનારી ક્ષણોની ક્ષણો પર પથરાય જાય.. અને પોતાને બેવડા નુકસાનમાં ઉતારી પાડે.

Related Blogs

Ratings & Review

Uh oh! We couldn't find any review for this listing.
Blogs Search

Share this info

Featured Blogs

 • Mind Body & Brain (MB2 Program)
  +more

  Added on : 2018-04-11 3:50 AM

Popular Blogs

 • Mind Body & Brain (MB2 Program)
  +more

  Added on : 2018-04-11 3:50 AM

 • Tips for Study
  +more

  Added on : 2018-04-17 5:22 AM

 • Healthy Mind Brain and Body
  +more

  Added on : 2018-06-01 2:27 AM

Recently Added Blogs

 • Personality Development
  +more

  Added on : 2018-06-26 11:37 AM

 • My Values of Psychology
  +more

  Added on : 2018-06-12 7:44 AM

 • Healthy Mind Brain and Body
  +more

  Added on : 2018-06-01 2:27 AM