નિષ્ફળતા પથ્થર પણ થઇ શકે છે, અને પાંખ પણ !

Posted By Management consultant, ISO consultant, Marketing consultant, CRM, Digital Marketing, SEO, ISO 9001 certification nirav on 2018-04-17

Description

નિષ્ફળતાનાં બે પાસાં છે. તે તમારે માટે પથ્થર પણ થઈ શકે છે; અને તમને પાંખ પણ બક્ષી શકે છે. પણ તે તમારા માટે પાંખ ક્યારે નીવડી શકે ? જયારે તમે નિષ્ફળતાને સફળતાપૂર્વક ઓળખી લો ત્યારે ! પણ ઘણાખરા લોકો તેમ કરી શકતા નથી. તેથી તેમને માટે નાની નિષ્ફળતા પણ પથ્થરરૂપ નીવડે છે.

તમારે નિષ્ફળતાનો પૂરો લાભ લેવો હોય તો ચોક્કસ પ્રકારનો દૃષ્ટિકોણ કેળવવો રહ્યો. એ બાબતમાં મહત્વનો મુદ્દો છે.

નિષ્ફળતાનો ખેલદિલીપૂર્વક સ્વીકાર કરી લો. તે માટે કશી બહાનાંબાજીનો આશરો ન લેશો.

તમે જે કઈ કરો છો તે સફળ થવા સારુ. કોઈક નવો પ્રયોગ હાથ ધરો ત્યારે તે પાછળ તમારા ભૂતકાલીન અનુભવો, તમારૂં જ્ઞાન, તમારી સમજ હોય છે. તેમના દ્વારા તમે દોરવાતા હો છો. એ બધાંને તમે સત્યરૂપ જ ગણી લીધાં છે. તેમાં કશી કચાશ કે ખામી હોય તેવું તમે માનતા નથી; ને તે બહુ સહજ છે, દેખાતું છે. ને તેમનો ટેકો લઈને તમે માનતા નથી; ને તે બહુ સહજ છે, દેખીતું છે. ને તેમનો ટેકો લઈને તમે જ કરશો તે પણ સાચું જ નીવડશે એવો વિશ્વાસ હોય છે. તમે જે જાણો છો તે ખોટું હોઈ શકે એટલો ખ્યાલ હોય તો તેને અનુસરો જ નહી ! દરેક માણસ તેમ જ કરતો હોય છે. કમભાગ્યે એક પરમ સત્ય તેના ખ્યાલ બહાર નીકળી જાય છે. તે છે : ‘ હું જેટલું સમજું છું, તે કરતા અનેકગણું સમજતો નથી.’, ‘ હું જેટલું જાણું છું તે કરતાં અનેકગણું જાણતો નથી.’

તે જ પ્રમાણે, માણસ અનેક લોકોને લક્ષમાં લઈને એક નવતર અજમાયશ કરે છે ત્યારે તે ભૂલી જાય છે : ‘ હું જે રીતે વિચારું છું તેના કરતાં નોખી રીતે જ લોકો વિચારતા હોય છે. તેથી, એ નવતર અજમાયેશને લોકો નોખી રીતે જ લોકો વિચારતા હોય છે. તેથી, એ નવતર અજમાયેશને લોકો નોખી રીતે જ વિચારે. તે અંગે ઉલટી જ દિશામાં તેમના વિચારો વહેતા હોઈ શકે.’ એટલે કોઈ પણ પ્રયોગનું પરિણામ તે કરનારને ખ્યાલ હોય તે કરતા નોખું જ આવી શકે.

પણ સફળ માણસોમાં એક ગુણ બહુ સ્વાભાવિકપણે જોવા મળે છે. તેઓ ખેલદિલ હોય છે. પોતે નિષ્ફળ નીવડે તો ક્યાં ભૂલ કરી બેઠાં તેનું સાચું પૃથક્કરણ કરવા તરફ વળી જાય છે. ને પોતાની ત્રુટી હોવાનું સમજાય ત્યાં તેનો દિલાવરીપૂર્વક સ્વીકાર કરી લે છે. એટલે તે એ ત્રુટી ફરીવાર ન થાય તે સારું જરૂરી પાઠ શીખી લે છે. એમાંથી જે શીખવા જેવું હોય તે શીખી લે છે, ને બાકીની બાબતો મગજમાંથી ખંખેરી નાંખે છે.

એ પણ કેવી અજબ બાબત છે! અન્ય કોઈ નિષ્ફળ નીવડે તો એ માણસ ક્યાં કાચો પડ્યો, તેણે શી ભૂલ કરી તે આપણને તરત જડી આવે છે. પણ એ નિષ્ફળતા પોતીકી હોય ત્યાં તેનાં કારણો ચકાસવાનું કેટલું કઠણ થઇ જાય છે!

તો, મારી ભલામણ છે: ગમે ત્યારે નિષ્ફળ નીવડ્યા હો ત્યારે તેનો નિષ્ફળતા તરીકે સ્વીકાર કરી લો. તેનો પ્રયોગ કરતા ક્યાં ગફલત થઇ તેની ખોજ કરો. ક્યા નિર્ણયે તેમને થપ્પડ મારી તેની ખેલદિલીપણે નુકતેચીની કરો. ક્યા નિર્ણયે તેમને થપ્પડ મારી તેની ખેલદિલીપણે નુકતેચીની કરો. તેની જવાબદારીમાંથી ક્યારેય છટકબારી ન શોધશો. એવો પ્રયાસ હિતહારી નહી હોય, ને બહાનાંઓ ખોળવાથી વેગળા જ રહેજો. કોઈ પણ ગફલત થાય એટલે બહાનાં શોધવાનું કામ બહુ સહેલું છે. સત્ય આ છે કે જેઓ બહાનાં ખોળવામાં કાબેલ હોય છે તેઓ ભાગ્યે જ બીજી બાબતમાં કાબેલ સાબિત થયા હોય છે. તેમને માટે નિષ્ફળતા હંમેશ પથ્થર સમાન જ નીવડે છે.

Related Blogs

Ratings & Review

Uh oh! We couldn't find any review for this listing.
Blogs Search

Share this info

Featured Blogs

 • Mind Body & Brain (MB2 Program)
  +more

  Added on : 2018-04-11 3:50 AM

Popular Blogs

 • Mind Body & Brain (MB2 Program)
  +more

  Added on : 2018-04-11 3:50 AM

 • Tips for Study
  +more

  Added on : 2018-04-17 5:22 AM

 • Healthy Mind Brain and Body
  +more

  Added on : 2018-06-01 2:27 AM

Recently Added Blogs

 • Personality Development
  +more

  Added on : 2018-06-26 11:37 AM

 • My Values of Psychology
  +more

  Added on : 2018-06-12 7:44 AM

 • Healthy Mind Brain and Body
  +more

  Added on : 2018-06-01 2:27 AM